Jully k
Invincible NGO
Published in
4 min readMar 1, 2021

--

આમ તો મે ઘણા પ્રવાસ ખેડેલા, પરંતુ Invincible ngo સાથેનો મારો આ પ્રવાસ કંઈક જાણ્યે- અજાણ્યે એક નવું શીર્ષક ઉમેરી ગયો. Invincible ngo ,સાથેની મારી આ એક નવી પહેલ કંઈક નવી જ ઊર્જા તાજગી અને ઉત્સુકતા ની સુવાસ ફેલાવી રહી હતી .શ્રીકૃષ્ણ ની અલૌકિક દ્વારિકા નગરી ને જોવાની,જાણવાની અદમ્ય ઈચ્છા થોડા કલાકો માં હકીકત માં પરિણમવાની હતી.
સડકમાર્ગે દ્વારકા નું અંતર જુદાં-જુદા શહેરોથી જોડતાં સડકમાર્ગનું અંતર નીચે મુજબ છે.જેમાં ,

અમદાવાદ થી આશરે ૪૫૫ કિમી,
સુરતથી આશરે ૬૭૫ કિમી,
વડોદરાથી આશરે ૫૧૨.૭ કિમી,
ભરૂચથી આશરે ૫૯૭.૩ કિમી,
ગાંધીનગરથી આશરે ૪૬૧.૮ કિમી સડક તેમજ રેલ માર્ગ દ્વારા પરિવહન કરી ને દ્વારકા પહોંચી શકાય છે.

હવાઈમાર્ગ મારફતે પરિવહન કરનાર મુસાફરો માટે સૌથી નજીક નું હવાઈ મથક રાજકોટ છે અને ત્યાં થી સડક કે રેલમાર્ગ દ્વારકા પરીવહન કરી ને દ્વારિકા પહોંચી શકાય છે.
જ્યારે સબંધ ગાઢ બનવા લાગે ત્યારે ‘તમે’ નું સંબોધન ઓગળી ને “તું “ માં પરિણમતું હોય છે ,આવો જ કઇંક આપણો અને કાન્હા વચ્ચે નો ઋણાનુબંધ અને અતૂટ સબંધ છે અને એટલે જ તો દ્વારિકા માં પગ મુકતા ની સાથે આપણને પોતિકપણા નો આભાસ થાય છે.

મંદિરની રમ્યતા માં પોતાના કુદરતી શૃંગાર ની મોઝા દ્વારા પોતાના અસ્તિત્વ ની એક નયનરમ્ય જલક છોડી ને જતો દરિયા એ મંદિર ની શોભા માં અને પ્રવાસીઓ ને આકર્ષવામાં કાંએ કચાશ નથી છોડી . દ્વારકાનગરીમાં પોતાનામાં જ પોતાનું સોંદર્ય સમાયેલું છે. શ્રીકૃષ્ણ ની પ્રતાપિનગરી એમાં શાની ખોટ હોવાની..તો આ અલૌકિક નગરી નીં એક ટચૂકડી સફર તો બંને જ …….

વાત છે. ૬ ફેબ્રુઆરી, ૨૦૨૧ ની, દ્વારકા તરફ રવાના થવાની હજુ ૪ કલાક ની વાર હતી. આશરે બપોરના ૫:૦૦ વાગ્યા જેવો સમય ,શ્રીકૃષ્ણના દર્શન ની ઘેલછા તો મહિનાઓથી હતી જે ટૂંક સમય માં પૂરી થવાની તો હતી. એમાં બેબાકળું થયેલું મારુ મન હજુ મહદઅંશે ઘડિયાળના કાંટા તરફ એકીટસે જોઈ રહેલું હતું. મન ને ઘણું મનાવ્યુ છતાં ધીરજ ની ઓટ જ વર્તાતી હતી . ૪ કલાક માંડ પસાર કર્યા પછી સાંજે દ્વારકા તરફ ૯:૦૦ આસપાસ રવાના થવાનું હતું. આમ મારા અને કૃષ્ણના મિલનના ૬ વર્ષ જેવુ અંતર થયું હતું. પણ મારો બાલગોપાલ આજે પણ હ્રદયથી તો એટલો જ નજીક છે. બસ મારફતે રવાના થવાનું હતું તેની પૂર્વતૈયારીઓ અગાઉથી થયેલી જ હતી. હમેશાં માર્ગદર્શક બનીને મારુ પોતાનું અસ્તિત્વ સમજાવનાર કાનો મને કયારે મળશે એના દુર્લભ દર્શન હું ક્યારે પામીશ એની જીણી ચિંતા તો મગજના એક ખૂણે સાચવાયેલી તો હતી. અમદાવાદથી ૪૫૫ કિમી જેટલું અંતર કપાયા પછી પણ મારી પ્રતિક્ષા નો અંત ન આવ્યો. હજુ દ્વારકાનો મહદઅંશે દૂર જ હતું એ દિવસનું ઉગતિ પ્રહોરનું પ્રથમ કિરણ ઓખામાં પડયું. અને સાથે જ એક અભિલાષા સાથે ઓખાથી આશરે ૪ કિમી જેટલું ટચૂકડું અંતર દરિયાઈ માર્ગે કાપ્યું અને શ્રીકૃષ્ણના નિવાસસ્થાન બેટદ્વારકા પહોંચ્યા. બેટદ્વારકાની પવિત્રભૂમિ ની મુલાકાતનું પરમ સૌભાગ્ય અમને પ્રાપ્ત થયું.

બેટદ્વારકાના દરિયાકિનારે જોવા મળતા વિશિષ્ટ પ્રકારના પક્ષી(). આપણી આજુબાજુ ઘેરાઈ ને જાણે પોતાના રહેઠાણ માં પોતાનું એક નું જ આધિપત્ય જમાવી રાખ્યું હોય એમ આપણી આસપાસ ચકડોળની જેમ ઘેરાવા લાગે, ત્યાંથી અમારા મુકામનું નજીવું અંતર હોવાથી પગદંડી પર ચાલીને બેટદ્વારકાના સમુદ્રકિનારે પહોંચ્યા. શું યાર દરિયો.. અફાટ સૌંદર્ય ઠાલવીને પોતાના નવપલ્લિત જળરંગોમાં આકર્ષિને દરેક પ્રવાસીઓ ને મંત્રમુગ્ધ કરી દે છે. અને એમાં પણ ટેન્ટ બનાવીને દરિયાને જિણવટથી જોવો, સમજવો, મનભરીને માણવો એ એક અનેરું જ સોપાન છે. બળતી બપોરથી છેક સાંજ સુધી ઉગતિ સવાર સુધી દરિયાને જીનવટથી માણ્યો, જાણ્યો અને સમજ્યો છે.

દરિયાકિનારે પાણીની જીણી વમળો આપણે શરીર ને જેટલી હળવાશથી અડકીને મોઝા દ્વારા ઉછાળીને તુરંત પોતાના મોઝા પાછા ખેંચી લે છે. અને દરિયો વિશાળ વ્યકિતત્વ ધરાવતો હોવાથી માનવજીવન સાથે એક નજીવો સબંધ ધરાવે છે અને ટેન્ટ માંથી જોવો એ કંઇક અલગ જ અભિવ્યક્તિ છે.
દરિયા સાથે ઘણો સમય પસાર કર્યો છતાં હ્રદયના એક ખૂણે હજુ શ્રીકૃષ્ણ ની સ્મૃતિઓ એટલી જ સચવાયેલી હતી, પરંતુ હજું ડોલ્ફિનને પણ જોવાની અદમ્ય ઈચ્છા હતી. બેટદ્વારકા થી બોટ મારફતે આશરે ૨ કલાકના પરિવહન પછી ડોલ્ફિન દ્રશ્યમાન થઇ. કેવી રમતી, કૂદતી, ઉછળતી ક્ષણિકમાત્ર પોતાના અસ્તિત્વની આંખમાં છાપ છોડીને નવપલ્લિત કરી દે છે. ઉછળતી રમતી ડોલ્ફિનને અમે કેમેરામાં કેદ કરી લીધી અને ત્યાંથી અમારી દરિયાઈ યાત્રાનો અંત આવ્યો. હજી મારી આતુરતાનો અંત નહોતો આવતો. પરંતુ શિવરાજપુર બીચ મને થોડી ક્ષણ માટે માધવ ના મિલન માટે અડચણ ઉત્પન્ન કરી રહ્યું હોય એવું મને લાગી રહ્યું હતું. પોતાની આગવી વિશેષતાને લીધે બ્લૂ ફ્લેગ ની ખ્યાતિ પામેલું આ બીચ મારી નજરો સમક્ષ પોતાની અનેરી સૌંદર્ય પ્રતિભા ની ..ઝાંખી તો કરાવતું જ ગયું આખરે…..

મારી આતુરતાનો અંત અને સાથે અમારી મુસાફરીનો પણ અંત દ્વારકાધીશના મંદિરે જ હતું. આશરે ૧૫મી-૧૬મી સદી માં બંધાયેલું આ મંદિર ચાલુક્ય શૈલીનું શંકુ આકારનું મંદિર અમારી નજર સમક્ષ દ્રશ્યમાન થયું.પૌરાણિક કથાઓ અનુસાર દ્વારકાનગરી અને વૈજ્ઞાનિક સંશોધન અનુસાર દ્વારકાનગરી ૪ થી વખત પુન: નિર્માણ પમી હોવાનું મનાય છે. હજારો લોકોની ભિડ હજુ પણ મને અને દ્વારકાધીશની વચ્ચે કંઈક અંશે અડચણ રૂપી બનતું હોય એવું મને લાગી રહ્યું હતું. અને છેવટે મારી આતુરતાનો અંત આવ્યો. ચાંદી ના સિંહાસન પર બિરાજમાન ચતુર્ભુજ મૂર્તિ પર મારી આંખો દ્રશ્યમાન થઈ . ક્ષણિકવાર માટે તો આંખોએ તેની મૂર્તિ માનસપટ પર કેદ કરી લીધી અને જાણે આજુબાજુના પરિસરનું વાતાવરણ ભુલાઈ ગયું આશરે ૫ મિનિટ માં દર્શનથી ખડખડાટ હસતો મુરલીધર આજે મારી સ્મૃતિમાં ધીમે ધીમે અવિસ્મરણીય બનાવી રહ્યો હતો.મન ની આનાકાની કરવા છતા છેવટે દર્શન કર્યા પછી વિખૂટા પડી ને શ્રીકૃષ્ણ ની સ્મૃતિઓ મે સમેટી ને અમે ઘર તરફ પ્રયાણ કર્યું .
થોડિક ક્ષણો માટે જવાબદારીઓ વગર ના જીવન ને મે જેટલી જીણ વટ થી દ્વારકા સમીપે જાણ્યું , માણ્યું, અને સમજ્યું છે , એટલું કદાચ બીજે નહિ જાણી શકુ.

--

--